લાઇમ લાઇટ - ૩૮

(204)
  • 5.4k
  • 9
  • 3.2k

લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૩૮ સુજીતકુમારને ત્યાં રસીલીએ માની દશા જોઇ ત્યારે ચોધાર આંસુએ રડી પડી. રસીલીએ જોયું કે મા સુનિતા એક વ્હીલચેરમાં દયનીય સ્થિતિમાં બેઠી છે. તેને અપંગ જોઇને રસીલીનું દિલ રડી ઊઠ્યું. તે માના પગમાં બેસી ગઇ. માએ ગાઉન પહેરેલો હતો. એ જ્યારે પગ પાસે અડકી ત્યારે તે ચમકી ગઇ. આ શું? માના પગ જ નથી? સુનિતાને થાપા પછીના બંને પગ ન હતા."મા, તારી આવી દશા? કેવી રીતે? કોણે કરી?""બેટા, બધો કુદરતનો ખેલ છે....મારી વાત છોડ, તું કેમ છે? જાણ્યું છે કે તું મોટી હીરોઇન બની ગઇ છે. ચાલ, તને જીવનમાં આખરે સુખ, સમૃધ્ધિ અને પ્રસિધ્ધિ મળ્યાં ખરાં!""મા, મારી વાત