વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-2)

(28)
  • 3.2k
  • 2
  • 1.6k

પ્રકરણ -2 મગજ બરાબરનું ફેરવી નાખ્યું આણે.... લાગી રહ્યું છે કે જાણે સંયુક્ત રાષ્ટ્રસંઘનો તમામ કાર્યભાર મારાં માથે આવી ગયો...... પણ હું શું કરું હવે?..... અરે વેદ, આવું તે કંઈ હોતું હશે, ભાઈ? જે વૈદેહીને તું ઓળખતો જ નથી જ તેને માટે આટલે દૂર જઈશ? આ પત્ર લખનાર પણ અઘરો માણસ છે! એ કહે છે કે પોતે મને પણ ઓળખે છે અને વૈદેહીને પણ. ભૈલા, જો તું વૈદેહીને ઓળખે છે તો પછી તું જ તેને મદદ કર ને. મને કેમ આટલે દૂર દોડાવે છે? ને યાર, આખા દેશમાંથી હું જ કેમ? બીજું કોઇ જ ના જડ્યું એને? મારે બીજા