માનવ તું માનવ થા.. - 2

(13)
  • 3.4k
  • 1
  • 1.3k

માનવજીવન નું મોટામાં મોટું અનિષ્ટ હોય તો તે છે લોભ અને ઈર્ષ્યા. આજે ભ્રષ્ટાચાર નું પ્રમાણ વધવાનું મુખ્ય કારણ ચારેય બાજુ લોભ અને ઈર્ષ્યા છે. લોભ આવવાનાં કારણે વ્યક્તિઓ પાપ કરતાં અચકાતા નથી. અને આ લોભ અને ઈર્ષ્યા નું કારણ મોહ છે. માણસે હંમેશાં કઈંક મેળવવું છે. પણ આ કઈંક માં જ બધું સામેલ થઈ જાય. માનવી મૃત્યુ પામે પણ તેની ઈચ્છા ઓ પુરી થતી નથી. એ અધુરી ઈચ્છાઓ નું લીસ્ટ એટલે વસિયતનામું. સાદી ભાષા માં કહેવું હોય તો કાયદેસર ની ઈચ્છાઓ કે જે આવનારી પેઢીઓ એ પુરી કરવાની! અને ના થાય તો એનો પણ માર્ગ શોધી રાખ્યો છે