પ્રેમ અંગાર - પ્રકરણ : 28

(74)
  • 4.2k
  • 7
  • 1.9k

પ્રકરણ : 28 પ્રેમ અંગાર મુંબઈ પૂના હાઈવે પર નાના નાના ડુંગરાઓ અન વનરાજીથી ઘેરાયેલો સુંદર વિસ્તાર એમાં મજાનો રિસોર્ટ છે અહીં શનિ-રવિ તથા રજાઓમાં મુંબઈગરાઓ આવીને આરામ અને મજા કરી જાય. કુદરતના ખોળામાં રહીશું ખૂબ જ આલ્હાદક અનુભવ છે. વિશ્વાસે કાર પાર્ક કરી. આસ્થાની કેડમાં હાથ મૂકી ખૂબ વ્હાલથી રીસોર્ટમાં પ્રવેશ કર્યો. રીસેપ્શન પર કહ્યું એક રૂમ વેલી સાઈડ કહી એન્ટ્રીની ફોર્માલીટી પતાવી રૂમ સર્વિસ બોય સાથે રૂમ તરફ ગયા. સુંદર લોકેશન વાળો રૂમ સીલેક્ટ કર્યો મોટાં મોટાં કાચવાળી બારીઓ હતી રૂમ સર્વિસવાળાએ પડદા ખોલી નાંખ્યા બધું વ્યવસ્થિત કરી કંઇ જરૂર પડે બેલ મારવાની