64 સમરહિલ - 94.

(214)
  • 9.9k
  • 9
  • 5.5k

'એક શ્લોકના આધારે તમે કેવી રીતે કહી શકો કે તમારે જોઈએ છે એ જ પ્રાચીન વિદ્યાની આ વાત છે અને એ જ શ્ત્સેલિંગ્કા ખાતે હોવી જોઈએ?' બપોરના ભોજન પછી કેસી, તાન્શી અને હિરને પ્લાનિંગ વિચારવા માંડયું હતું ત્યારે પણ પ્રોફેસર અને ત્વરિત હસ્તપ્રતોના અભ્યાસમાં લાગેલા હતા. ત્વરિતને હજુ ય પ્રોફેસરનો ઉન્માદ ગળે ઉતરતો ન હતો. આદ્ય શંકરાચાર્ય શ્વેતાશ્વતર ઉપનિષદ પર લખેલા ભાષ્યના અધૂરા પાનાઓમાં તત્વચિંતનની વાત હતી. બૃહદ્સંહિતામાં પણ અવકાશ અને ખગોળ વિજ્ઞાનનો જ ઉલ્લેખ હતો. તો પછી પ્રોફેસર ક્યા આધારે ખાતરીપૂર્વક કહી રહ્યા હતા?