ક્રમશ: એક પળમાં તો પુરી બાઝી પલટાઈ ગઈ. પ્રાચી માટે આ સૌથી મોટો ઝટકો હતો. તે હોશમાં આવી ત્યારે તેણે જોયું કે પોતે જંગલમાં એકલી પડી હતી. આસપાસ કોઈ ન હતું. તેના કપડાં અસ્તવ્યસ્ત થઈ ગયા હતા.તે લોકો બીજની સાથે તેનું પર્સ, પૈસા ,ગળામાં પહેરેલો ચેઇન... બધુજ લઈ ગયા હતા . લગભગ ૫ કલાકથી તે બેહોશ હતી. અત્યારે બપોરના ૧ વાગ્યા હતા. તે હીબકા ભરી રડવા લાગી. માનો જાણે તે લોકો બીજ નહિ પરંતુ પોતાના પિતાની જીન્દગી લઈ ગયા હતા....! તેના માથામાં હજુપણ દુખાવો થઈ રહ્યો હતો. પોતે આટલી જલ્દી હાર માને તેવી ન હતી. તે ઉભી થઈ.પાછા પહાડી