અનહદ.. (19)

(54)
  • 3.4k
  • 4
  • 1.8k

મિતેશની ખુશીનો તો પાર ન રહ્યો, એક સાથે બે આશા..! એકતો આશા લગ્ન માટે તૈયાર થઈ ગઈ અને બીજી તેના જીવનમાં આવનાર બાળકની આશા. પક્ષીઓના કલબલાટ સાથેની એક સવારે મિતેશની આંખો ખુલી, અને પહેલી દ્રષ્ટિ પડી પોતાના હાથનું ઓશીકું બનાવી સુતેલી આશાના ચહેરા પર, તે જાગતી જ હતી, તેની શાંત સમુદ્ર જેવી આંખો મિતેશ પર એકધારી મંડાયેલી હતી. મિતેશને લાગ્યું તે એમાં ડૂબી જશે..! "શું જુવે છે, જોયો નથી મને ક્યારેય?" તેના ગાલ પર આવી ગયેલા વાળની લટને પોતાની આંગળી પર વીંટાળતા મિતેશ બોલ્યો, આશા ના ચહેરા પર એક રમતિયાળ સ્મિત આવ્યું! "જોયો તો છે, તારા કરતાં પણ વધારે મેં