અસમંજસ - 2

(14)
  • 2.9k
  • 1
  • 1.3k

માધવને રડતો જોઈ ઇલાબહેનને નવાઇ તો લાગી હતી કારણ માધવ એમ ક્યારેય નાનપણમાં પણ આવું રડ્યો ન હતો. ક્યારેય જીદ કરવી કે રડવું તેના શબ્દકોષમાં જ ન હતું. આટલું રડતો જોઈ ઇલાબહેન પણ ગભરાઈ ગયાં. જ્યારે ખબર પડી કે જય બહાર ભણવા જાય છે ત્યારે માધવ ને ખીજાવા કે તું શું છોકરીની જેમ રડે છે એમ કહેવા કરતાં તેણે માધવને સમજાવવાનું શરૂ કર્યું. ઇલાબહેન ને તો એમ જ કે માધવ અને જય વર્ષોથી મિત્ર છે એટલે તેનાં થી છૂટાં પડવું માધવને ખૂંચતું હશે. બેટા હવે તું પણ કોલેજમાં આવ્યો અને આગળ જતાં તું પણ અલગ સ્ટડી કરવા ક્યાંક જઈશ. અમને