પ્રાણીઓ માં પિતૃત્વ

  • 4.2k
  • 2
  • 1.2k

પ્રાણીઓ માં પિતૃત્વ આપણાં સાહિત્યમાં ઘણી કહેવતો છે “ઘોડે ચડતો બાપ મરજો પણ દરણા દરતી મા ન મરજો”, “મા તે મા બીજા વગડાના વા”, “જનનીની જોડ સખી નહીં જડે રે લોલ”, વિગેરે વિગેરે...! જ્યારે સાહિત્ય કે લોકબોલીમાં પિતા વિષેના સાહિત્ય તરફ નજર કરીએતો બહુ ઓછું સાહિત્ય મળે છે. સારું છેકે પ્રાણીઓને આપણી ભાષા આવડતી નથી નહિતર ઘણા પ્રાણીઓ આપણાં સાહિત્યકારોને કુદરતની કોર્ટમાં ઢસડી જાત અને એક પિતા પોતાના બાળક માટે શું શું કરી શકે તેની રજૂઆત કરી આપણને નીચું જોવડાવત. ખાસ નોંધ: અહી માતા ની નહીં પણ પિતા ની વાત થાય છે. કેટફિશ આમતો આપણે ત્યાં જ્યારે ગર્ભાવસ્થા