યારા અ ગર્લ - 4

(29)
  • 4.7k
  • 3
  • 2k

બીજા દિવસે સવારે યારા એ અકીલ ને કહ્યું,અકીલ હું આ જંગલ નો ખૂણે ખૂણો જોવા માંગુ છું. તો તું મને આ જંગલ બતાવી શકીશ?જ્યાં સુધી મારી ગાડી જશે ત્યાં સુધી નું જંગલ હું બતાવી પણ જ્યાં ગાડી ના જઈ શકતી હોય ત્યાં હું કઈ નહિ કરી શકું. કોઈ વાંધો નથી. જેટલું ગાડી થી ફરાય એટલું ગાડીમાં ફરીશું. બાકી નું હું ચાલતા ચાલતા ફરી લઈશ.યારા એ શક્ય નથી આ જંગલ ખૂબ મોટું છે. ને એવી દુર્ગમ જગ્યાઓ છે જ્યાં માણસ પણ જઈ શક્યો નથી. ને ત્યાં જવું ખતરનાક સાબીત થઈ શકે છે? જોરીને કહ્યું.કાકા ભલે ખતરનાક હોય પણ હું પ્રયત્ન જરૂર કરીશ.