64 સમરહિલ - 92

(153)
  • 8.7k
  • 9
  • 4.3k

'શક્ય જ નથી...' ધુંઆપુંઆ થતા મેજર ક્વાંગ યુને ટેબલ પર જાડી બેટન પછાડી નાંખી. 'પણ સર, દરેકે દરેક ઈન્ડિયન પરમિટ હોલ્ડરનું ચેકિંગ થયું છે. એ બધા જ ઓફિશિયલ પરમિટ ધરાવે છે' મેજરના અણધાર્યા ગુસ્સાથી ડરીને નાયબ રિજન્ટ સ્હેજ સલામતે ઊભો રહીને રિપોર્ટ આપતો હતો. મેજર ક્વાંગનું માથું ધમધમવા લાગ્યું હતું. તેણે માથું ધૂણાવીને નવેસરથી વિચારવા માંડયું. નંબર ૧. તેના ઈન્ટેલિજન્સ ફોર્સે બે મહિના પહેલાં બાતમી આપી હતી કે શોટોન ઉત્સવ દરમિયાન કશીક બળવાખોરી થશે એવો અંદેશો છે.