વન્સ અપોન અ ટાઈમ - 79

(116)
  • 7k
  • 9
  • 4.7k

એ યુવાન અને એના સાથીદારો કદાચ વધુ પડતા આત્મવિશ્વાસથી ‘કામ’ કરતા હતા, પણ પોલીસ અહીં સુધી પહોંચશે નહીં એવી એમની ધારણા ખોટી પડી હતી. હતપ્રભ બની ગયેલા યુવાને અને એના સાથીદારોએ પોલીસને શરણે થઈ જવાનું મુનાસિબ ગણ્યું. એ યુવાન મોહમ્મદ શરીફ મોહમ્મદ યુસુફ અંસારી હતો અને એની સાથે ઝડપાઈ ગયેલા બીજા પાંચ યુવાન અનવર અહમદ અંસારી, જોગિન્દરજંગ બહાદુરસિંહ, રિયાઝુદ્દીન નાઝીર, અબ્દુલ અંસારી, મસુદ આલમ અંસારી અને અતાઉલ્લાહ ખલીલ અંસારી હતા. મુંબઈ પોલીસની ટીમને એ ફ્લેટમાંથી ૪૩ લાખ રૂપિયાથી વધુ રોકડ રકમ મળી આવી. એ સિવાય લાખો રૂપિયાના બેંક ડ્રાફ્ટ્સ પણ એ યુવાનો પાસેથી મળ્યા.