પ્રેમ કે પ્રતિશોધ - 34

(77)
  • 3.5k
  • 3
  • 2.1k

પ્રેમ કે પ્રતિશોધ-34( આગળના ભાગમાં જોયું કે અર્જુન અને રમેશ ટેક્ષીના નકલી નંબર વિશે જાણકારી મેળવે છે. અને ત્યારે જ દીનેશનો મહેસાણાથી કોલ આવે છે.)હવે આગળ....અર્જુન અને રમેશ મોબાઈલ સ્પીકર મોડ પર રાખીને દીનેશ જોડે વાત કરી રહ્યા હતા.“સર, એક નામ છે. જેણે લગભગ થોડા મહિના પહેલા 14 જુલાઈના રોજ આ સિગ્મા વોચ ખરીદી હતી. અને એ પણ એક-બે નહીં પણ એક સાથે 200."દીનેશની વાત પૂર્ણ થતાં અર્જુને કહ્યું,“અને એ નામ છે રાજેશભાઈ, બરાબર ને?"રમેશ વિસ્મયતાથી અર્જુનના ચહેરા સામે જોઈ રહ્યો, અને દીનેશે પણ આશ્ચર્યચકિત થઈ ને પૂછ્યું,“સર, તમને કેમ ખબર પડી."“બસ મેં થોડું વિચાર્યું એટલે, એ પછી હું જણાવીશ,