દાદા મોહી, મૈ નહી લાઈસન્સ લાયો..! આકરા ટ્રાફિક દંડ ઠોકાયા ત્યારથી, ચમરબંધીની હવા પણ ટાઈટ થઇ ગઈ. જાણે એક્સીલેટર ઉપરથી સીધા વેન્ટીલેટર ઉપર આવી ગયાં..! બહાર અણુબોંબ ફૂટ્યો હોય, એમ વાહનના ટાયર-ટ્યુબ ને વાલ્વને પણ અંદર બેઠાં-બેઠાં ધ્રુજારી છૂટી ઉઠી કે, આ ઘોઘો હવે આપણને હવાફેર કરવા બહાર નહિ કાઢે. ગાડીના કાગળિયાં જ નહિ હોય તો ક્યાંથી કાઢવાનો..? એવાં નોંધારા મુકશે કે, જ્યાં કુતરા સિવાય કોઈ આપણો ભાવ પૂછવા નહિ આવે. કાગળિયાં વગરનું વાહન ને કંકોતરી વગર ઉઠાવેલી રખાત બંનેની હાલત સરખી. એમાં એવું છે ને ભાઈ કે,