અનહદ.. (18)

(31)
  • 2.8k
  • 4
  • 2.5k

એ જ બાળકો જેવું સ્મિત! સૂતી હોઈ ત્યારે પણ તેના ચહેરા પર એજ સ્મિત રમતું હોઇ, આશાને ઉઠાડવાનું મન જ ન થાય, મિતેશ થોડીવાર એમજ તેની તરફ જોઇ રહે. "મેડમ ઉઠો હવે, સવાર પડી ગઈ." તેનાં માથાં પર હાથ ફેરવતો મિતેશ બોલ્યો આશાએ આંખો ખોલ્યા વગર જ તેનો હાથ પકડી તેની હથેળી પર પોતાનો ગાલ રગડતાં કહ્યું, "જ્યાં સુધી તું રોજ આવીજ રીતે મને ઉઠાડે નહીં ત્યાં સુધી મને ઉઠાવાનું મન જ નહીં થાય, ટેવ પડી ગઇ તારી." કહેતાં મિતેશનો શર્ટ ખેંચ્યો અને તેનું ઇન્સર્ટ વીંખી નાખતાં તેને પોતાના પર ખેંચ્યો પણ મિતેશ તેનાથી બચી નીકળ્યો અને પોતાનો શર્ટ સરખો