શુ છોકરી હતી એ...? - 1

(25)
  • 3.3k
  • 6
  • 1.9k

આ રક્ષાબંધનનાં દિવસે મને એની યાદ આવી ગઇ. શુ છોકરી હતી એ..?!! સબંધો કેવી રીતે નિભાવવા...? કોઈ તૂટતાં સબંધને કેવી રીતે સંભાળવો...? કોઇના પ્રેમને યોગ્ય રીતે સમજીને પ્રતિભાવ કેવી રીતે આપવો...? આવી બધી વાતો મને એની પાસેથી શીખવા મળી છે. સાચે જ શુ છોકરી હતી એ...?!! ** મને યાદ છે, એને પહેલી વાર જોઇ ત્યારે હુ 8માં ધોરણની ફાઇનલ એક્ઝામ દઇને ઘરે આવ્યો હતો. બાલ્કનીમાં ઉભો હતો... આજુબાજુનાં નજારાને નીખરતો ઉભો હતો...ત્યાં જ મે એને જોઇ હતી. રસ્તા પર વળાંક વળતા એણે સાયકલની ઘંટડી વગાડી હતી અને ત્યારે જ મારુ ધ્યાન તેનાં તરફ ખેચાયું. શુ છોકરી હતી એ...?!! નાનો એવો