મન મોહના - ૨૩

(168)
  • 5.8k
  • 4
  • 2.2k

મન અને ભરત પાછાં બેસી ગયા અને ચા લઈને પીવા લાગ્યા. ભરત સામે એક નજર કરી નિમેશ બહાર જવા વળ્યો હતો. એ નજર ભરતે વાંચી લીધી હતી, એ કહેતી હતી, સાલા ભુખ્ખ્ડ જિંદગીમાં કદી ચા નથી જોઈ તે આ ડોહલો મારું અપમાન કરે છે અને તું બેઠો બેઠો ચા પીવે છે!“અરે ઇન્સ્પેકટર સાહેબ કેમ પાછા વળી ગયા? કોઈનો અગત્યનો ફોન આવી ગયો?” મોહનાએ બેઠકખંડમાં આવતા જ નિમેશને બહાર જતો જોઈ કહ્યું.“કર્નલ સાહેબને લાગે છે કે મારે વોરંટ લઈને તને મળવા આવવું જોઈએ.” નિમેશ દાઢમાં બોલ્યો.“હો..હો..હો..” મોહના તાળીઓ પાડી હસી પડી, “ખરેખર ડેડી તમે આને આવું કહ્યું? એ મારો મિત્ર જ