લાઇમ લાઇટ - ૩૭

(192)
  • 6.2k
  • 7
  • 3.4k

લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૩૭રસીલીને ખબર ન હતી કે ફિલ્મ સાઇન કરવા આવેલો સુજીતકુમાર કોણ નીકળવાનો છે? તેણે મદારીની સાપવાળી ટોકરીમાં હાથ નાખી દીધો હતો. એક ભોજપુરી નિર્માતાની ભલામણથી સુજીતકુમારને બોલાવ્યો હતો. અને તેણે રસીલીની સામે જે રહસ્યોદ્ઘાટન કર્યું હતું એ ચોંકાવનારું અને આંચકો આપનારું હતું. સુજીતકુમારે તેને પોર્ન ફિલ્મમાં કામ કરવાની વાત કરી ત્યારે રસીલીનું મગજ છટક્યું હતું. અત્યારે તે ફિલ્મોમાં મુખ્ય હીરોઇન તરીકે અને મોટા સ્ટાર્સ સાથે કામ કરી રહી હતી ત્યારે આ માણસ સી ગ્રેડની નહીં અને છેક પોર્ન ફિલ્મની ઓફર લઇને આવ્યો હતો. તેની હિંમત દાદ માગી લે એવી હતી. પોર્ન ફિલ્મ કરતી સ્ત્રીને હીરોઇન તરીકે ઓફર