અચાનક.....મેં કાર ને બ્રેક મારી...મારા થી બુમ પડાઈ ગઈ....ઓ ...દાદા રસ્તા વચ્ચે..મરવા નીકળ્યા છો..? આવી રીતે રોડ ક્રોસ થાય ?અચાનક બ્રેક ના મોટા અવાજ માત્ર થી દાદા નીચે પડી ગયા..હું નીચે ઉતર્યો....દાદા નો હાથ પકડ્યો....દાદા નો હાથ ગરમ.. ગળે ને માથે હાથ મુક્યો...એ પણ એકદમ ગરમ.. દાદા તાવ થી ધ્રુજતા હતા...મને મારા બોલવા ઉપર પસ્તાવો..થયો...મેં દાદા નો હાથ પકડી કાર માં બેસાડ્યા....દાદા આટલો તાવ હોવા છતાં..રસ્તા વચ્ચે એકલા કેમ નીકળો છો....અત્યારે જ મારી સાથે દવાખાને ચાલો..અને તમારા પરિવાર ના કોઈ સભ્ય નો નંબર આપો..હું..તેને દવાખાને..બોલાવી લઉં...દાદા..ભીની આંખે મારી સામે જોતા રહ્યા....મેં કીધું..દાદા..એકલા રહો છો ?હા.એટલું જ બોલ્યા...પરિવાર મા કોઈ...?કોઈ નથી ?...પત્ની