પર્યાવરણ નામે નગર પર્યાવરણ નગરનામે એક રળીયામણું નગર હતું. નગરમાં રહેનાર બધા માણસો પણ ખાધેપીધે સુખી હતા. નગરનો દરકે નાગરિક નગરની જાળવણી સારી રીતે થાય તે બાબતે સભાન હતો.નગરની મુખ્ય બજાર ઉપરાંત અન્ય બજારો એકદમ ચોખ્ખી રાખવામાં આવતી હતી અને તે પણ દંડના ભયના કારણે નહિ , એ તે લોકોની સ્વયં શિસ્તના કારણે શક્ય હતું. નગરમાં વ્યાપાર ધંધા પણ સારા હતા, તેમાં પણ નગરના હસ્ત ઉદ્યોગો તો દેશ વિદેશમાં પણ વખણાતા હતા.નગરની ચારેબાજુએ તથા રસ્તાની સાઈડમાં પણ વૃક્ષોનો ઉછેર કરવામાં આવેલ હતો.નગરમાં દરેક વ્યક્તિને કોઈને કોઈ કામ મળી જતું હતું , જેથી તેનું ગુજરાન પણ સારી રીતે ચાલતું