કોકિલાબેને કોલ કટ કર્યો પછી થોડીક ક્ષણો સ્તબ્ધતા છવાયેલી રહી. રાગિણી હળવેથી ઉભી થઈ કે તરત કેયૂરે તેની સાડીનો પાલવ પકડી રોકી લીધી. આઇબ્રો ઉંચી કરી ઇશારાથી જ પૂછી લીધું, "ક્યાં? "સામે રાગિણી એ પણ એવીજ આંખો ઉલાળી જવાબ આપ્યો, "ચેન્જ કરીને આવું. " "ઉંહુ... "કેયૂરે પલ્લુ ખેંચ્યો અને રાગિણી તેના પર ઢળી પડી. "શું જરૂર છે... " રાગિણી ના ભવા સંકોચાયા એટલે કેયૂરે અધુરું વાક્ય પૂરું કર્યું, "... બીજે જવાની? અહિંજ બદલી લે. રાધર, લેટ મી હેલ્પ યુ." "ધત્... "રાગિણી એ કેયૂર ની છાતી પર હળવી મુઠ્ઠી પછાડી અને તેના બાહુપાશમાં ભીંસાઈ ગઇ. કેયૂર સોફાચેર પર બેઠો હતો અને રાગિણી તેના ખોળામાં... રાગિણી એ કેયૂર ના