64 સમરહિલ - 89

(200)
  • 8.7k
  • 10
  • 5.3k

'એ બાજુ જોયા વગર એકમદ સહજ રીતે ચાલ્યે રાખ...' હિરને નજર ઘુમાવ્યા વગર, જાણે કશુંક બતાવતી હોય તેમ દૂર ક્ષિતિજ તરફ આંગળી ચિંધીને સ્મિતભેર કહ્યું એ સાથે ઝુઝાર સતર્ક બની ગયો. રસ્તા પર પહેરો દેતા ફૌજીઓને જોઈને તેનું ધ્યાન ખેંચાયું હતું અને સહજ રીતે જ તે એકીટશે તેને જોઈ રહ્યો હતો. હિરનની ટકોર પછી તરત તેણે ય હિરને ચિંધેલી દિશામાં નજર ફેરવી નાંખી. સાંજ ઢળવા આવી હતી. વાદળછાયા આકાશમાંથી ચળાઈને આવતો પાછોતરો અજવાસ હજુ ખાસ મોળો પડયો ન હતો. ઝુઝારે એક હાથે આંખ આડે નેજવું કરીને ખભે લટકાવેલ બેકપેક સરખો કરવાના બહાને પીઠમાં ખોસેલી ગન ચકાસી લીધી.