વન્સ અપોન અ ટાઈમ - 76

(99)
  • 7.6k
  • 8
  • 4.6k

‘આ કુખ્યાત દાઢીધારી તાંત્રિક સ્વામી એટલે ચંદ્રાસ્વામી એવું હવે તમારે વાચકોને કહી દેવું જોઈએ. આ ભેદી માણસ વિશે તમે એક અલગ સિરીઝ લખી શકો, પણ આપણે તો એ માણસનું નામ જ્યાં જ્યાં ખરડાયું છે અને એના જેટલી વાતો જાહેર થઈ છે એ જ વાતો કરીએ.’ પપ્પુ ટક્લાએ કહ્યું. ફાઈવફાઈવફાઈવ પૂરી કરીને બીજી સિગારેટ સળગાવવા માટે નાનકડો બ્રૅક લઈને વાત આગળ ધપાવતાં પપ્પુ ટકલાએ કહ્યું, ‘૧૯૪૯માં રાજસ્થાનના અલવર જિલ્લામાં અચલાદેવી અને ધર્મચંદ જૈનના ઘરે દીકરાનો જન્મ થયો ત્યારે એ દંપતીએ કલ્પના નહીં કરી હોય કે, એમનું એ ફરજંદ દેશના વડા પ્રધાનોને પણ પોતાની આંગળીએ નચાવશે.