વન્સ અપોન અ ટાઈમ - 75

(112)
  • 8.3k
  • 11
  • 5.3k

‘દાઉદ ગૅંગના શાર્પ શૂટર સલીમ હડ્ડીએ મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં પડાવ નાખ્યો હતો. ઈન્દોર શહેર સલામત આશ્રયસ્થાન છે, એવું સલીમ હડ્ડી માનતો હતો. પણ મુંબઈ પોલીસની ટીમ સલીમ હડ્ડીનું પગેરું કાઢીને ઈન્દોર પહોંચી ગઈ અને પોલીસે સલીમ હડ્ડીના ઘરમાં દરોડો પાડ્યો ત્યારે એના ઘરની દીવાલના પોલાણમાંથી ચાઈનીઝ બનાવટની પિસ્તોલ્સ સહિત શસ્ત્રોનો જથ્થો મળી આવ્યો. ભારતમાં કોઈ સલામત આશ્રયસ્થાન નથી એવું લાગતાં દાઉદ ઈબ્રાહિમ અકળાયો હતો. એ જ અરસામાં રોમેશ શર્માએ એની સામે એક દરખાસ્ત મૂકી. રોમેશ શર્મા સકળ રાજકારણી બનવા માગતો હતો. એણે આડાતેડા ધંધા કરીને અબજો રૂપિયા બનાવ્યા હતા. પણ એની સત્તા મેળવવાની લાલસા અધૂરી હતી એણે દાઉદની સામે એક દરખાસ્ત મૂકી અને એ દરખાસ્તનું વજન વધારવા કુખ્યાત દાઢીધારી તાંત્રિક સ્વામીની મદદ લીધી.’