અનહદ.. - (15)

(26)
  • 2.4k
  • 3
  • 1.8k

લેટ લતીફ તો હતી જ! આમતો રોજ મોડી જ આવતી અને જ્યારથી મિતેશ મુંબઇ આવ્યો પછી તો તે એકદમ આરામ થી જ આવે અને થોડીવાર મિતેશ સાથે મસ્તી મજાક કરી ક્યારેક તો ગાયબ પણ થઇ જાય, અને આમેય વહેલી આવીને કરે પણ શું! તેનાં મોટાભાગનાં કામ તો મિતેશ જ કરી નાખતો, પણ આજે તો હજુ સુધી દેખાઇ જ નથી. મિતેશ તેના ટેબલ સામે જોઈ એજ વિચારી રહ્યો હતો, કે 'આજે નહીં આવે કે શું! હા આવે પણ ક્યાંથી પોતે ગુસ્સામાં ઘર સુધી છોડી આવ્યો હતો.' ત્યાં તો 'ખટાક' કરતો દરવાજો ખુલ્યો, એજ પહેલી વખત મુંબઈ માં જોયેલી એ જ સ્વરૂપ