“તારે બહુ જ ચોકસાઈથી એમનો ભરોસો જીતીને જાણવાનું છે કે સ્વાતી મજુમદારના મર્ડર વિષે કેટલા લોકો જાણે છે?”“સ્વાતી... મજુમ..દાર. યુ મીન”“યેસ કહાનના મમ્મીના મર્ડર વિષે. એન્ડ આ તારે જ કરવું પડશે.”રચિત બહુ ખરાબ રીતે ડઘાઈ ગયો. તેણે હજુ ઉર્વાને કહ્યું નહોતું કે કહાન તેની સાથે છે. અને કહાનની મમ્મીના મર્ડર વિશે તેને જાણવાનું હતું!“ઉર્વા! કહાન જાણે છે સ્વાતી મજુમદાર મર્ડર વિષે?” રચિતે પોતાના અવાજમાં ઉચાટ ના ભળે તેની ખાસ તકેદારી રાખતા અવાજ સાવ ધીમો કરી પૂછ્યું.“ના, કહાનને ફક્ત એક્સીડન્ટની જ ખબર છે પણ દેવ અંકલને બધી હકીકત ખબર છે. અને હા, તને યાદ છે મેં રેવાની ડેથના થોડા દિવસો પછી