વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 74 વિચારધારામાં ખોવાયેલા સલીમ કુત્તાના કાને અચાનક કોઈનાં પગલાંનો અવાજ સંભળાયો એના કાન સરવા થયા, પણ એ આગળ કંઈ વિચારી શકે એ પહેલાં એને અનેક સશસ્ત્ર માણસોએ ઘેરી લીધો! એ સશસ્ત્ર માણસો ગુજરાત પોલીસની એન્ટી ટેરરિઝમ સ્કવોડ અને સીબીઆઈના અધિકારીઓ હતા! દિગ્મૂઢ બની ગયેલા સલીમ કુત્તાનો કાંઠલો પકડીને એના બંગલા બહાર ઘસડી જઈને જીપમાં ધકેલી દેવાયો. એ સશસ્ત્ર માણસો ગુજરાત પોલીસની એન્ટી ટેરરિઝમ સ્કવોડ અને સીબીઆઈના અધિકારીઓ હતા! તેઓ સલીમ કુત્તાને લઈને અમદાવાદ ભણી રવાના થયા. સીબીઆઈ અને ગુજરાત પોલીસની એન્ટી ટેરરિઝમ સ્કવોડના અધિકારીઓએ બોમ્બ બ્લાસ્ટ્સ કેસના મહત્વના આરોપી મહમ્મદ સલીમ શેખ