શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયોપ્રકરણ ૪: "માં".શિયાળાની સાંજ, ઠંડીની લહેર, ખુશનૂમા વાતાવરણ અને કેઝ્યુલ્ટીમાં ઉભરાતા પેશન્ટસ.ચારે તરફથી સંભળાતી ચીસો અને ફક્ત દુખ જ દુખ.હોસ્પિટલ નુ વાતાવરણ હ્રદય દ્રાવક હોય છે. તકલીફોથી પીડાતા અે ચહેરાઓ જોઈને હંમેશા વિચાર આવે કે જીંદગી જ્યારે કપરી બને ત્યારે એ તમામ હદો વટાવી દે છે. સમય નુ ચક્ર ફરી રહ્યુ હતુ, એક પછી એક પેશન્ટ આવી રહ્યા હતા એટલામાંઅચાનક એક ૭૦ વષૅના ડોશીને લઇને બધા દોડતા આવ્યા. હ્દયરોગનો હુમલો આવેલો ડોશીને, બધાજ પ્રયાસો કરવામા આવ્યા, સી.પી.આર. આપવામાં આવ્યો,પણ બધુ જ નિષ્ફળ.અંતના પ્રયાસ રૂપ ડિફિબ્રિલેટરથી શોક રીધમ પણ આપવામાં આવી, પણ એનો જાદુ પણ ના ચાલ્યો. હ્દયની પટ્ટી કાઢવામાં