રુદ્ર ની પ્રેમકહાની - 3

(236)
  • 5.5k
  • 15
  • 3.8k

બકાર નામનાં યક્ષની સેવાભાવી વૃત્તિનાં કારણે દેવતાઓ ને બકાર પ્રત્યે ઈર્ષ્યા પેદા થાય છે.. આ ઈર્ષ્યા નાં લીધે ઈન્દ્ર અને બીજાં દેવતાઓ મળી બકાર ને સ્વર્ગમાંથી કાઢી મૂકે છે.. દેવર્ષિ નારદ પણ આ ષડયંત્રમાં દેવતાઓનો સાથ આપી ભગવાન શંકર સમક્ષ ઝુઠાણું ચલાવે છે જેથી મહાદેવ દેવતાઓ ઉપર ક્રોધિત ના થાય.. સ્વર્ગમાંથી પાતાળલોક પહોંચેલા બકારને નિમ લોકોનાં કુળગુરુ ગેબીનાથ નો ભેટો થાય છે.. જે બકારને જણાવે છે એની વિરુદ્ધ દેવતાઓએ ચાલ ચાલી હતી. પણ આમ કરવાનું કારણ.. હું તો ફક્ત પૃથ્વીલોક પર જરૂરિયાતમંદ લોકોની સેવા કરતો હતો.. એમાં એ બધાં દેવતાઓને કઈ વાતનું માઠું લાગ્યું..? ઈન્દ્ર દેવે બકાર ની વિરુદ્ધ કઈ રીતે ષડયંત્ર રચ્યું એની વાત ગુરુ ગેબીનાથે જ્યારે બકારને કરી ત્યારે એને સવાલસુચક નજરે ગેબીનાથ તરફ જોતાં કહ્યું.