મર્ડર એક કહાની - ભાગ-૪

(130)
  • 4.8k
  • 3
  • 1.9k

ચેન્નઈ એક્સપ્રેસ હવે ધીરે ધીરે ગતિ વધારી રહી હતી, દૂર દૂર સુધી દેખાતા પહાડો અને લીલીછમ હરિયાળી એકબીજાને મળી રહ્યા હતા. બહારનો અવાજ A3 ડબ્બામાં ધીરે ધીરે ઓછો થઈ ગયો હતો. અસ્થાના સાહેબ વિકાસની કહાની સાંભળી રહ્યા છે, વિકીનું અફેર સુચિત્રા નહિ પણ અફસાના સાથે છે એવું કહી અને કહાની આગળ કહે છે. અસ્થાના સાહેબ ના મગજમાં બેચેની વધતી જતી હતી. "શું થયું અસ્થાના સાહેબ, તમેં શોકમાં કેમ ડૂબી ગયા, અરે આ તો બસ કહાની છે અને કહાની મારી છે, મને જેમ ગમે તેમ કરું..!" અસ્થાના સાહેબ પોતાનું ખુલેલું મોં બંધ કરતા બોલ્યા " હા...હા.. સંભાળવો સંભળાવો કોઈ ચિંતા નથી."