લાઇમ લાઇટ - ૩૬

(202)
  • 5.6k
  • 9
  • 3.3k

લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૩૬પોલીસ ઇન્સ્પેકટર રાણાવતનો સવાલ સાંભળી કામિનીને હવે તેનાથી ડર લાગવાને બદલે શંકા ઊભી થવા લાગી. શું તે બ્લેકમેલ કરી રહ્યો છે? તેણે પોતે સ્વીકારી લીધું હતું કે પ્રકાશચંદ્રની આત્મહત્યા માટે હવે કોઇ શંકા નથી અને હવે ફરી ફરીને એ જ સવાલ ઉઠાવી રહ્યો છે કે પ્રકાશચંદ્રએ આત્મહત્યા જ કરી હતી? શું તેને પોતાની પાસેથી પૈસાની અપેક્ષા છે? કામિની હવે તેની સાથે સારી રીતે વાત કરવાના મૂડમાં ન હતી. તેના ચહેરાના બદલાઇ રહેલા હાવભાવથી રાણાવત ચમક્યો અને પોતાની વાતને વાળી લેતો હોય એમ બોલ્યો:"મેડમ, મારા કહેવાનો મતલબ એ છે કે જો પ્રકાશચંદ્રની આત્મહત્યા પાછળ કોઇ કારણ કે વ્યક્તિ