વન્સ અપોન અ ટાઈમ - 73

(102)
  • 7k
  • 1
  • 5k

વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 73 ‘સશસ્ત્ર યુવાનોને પોતાની સામે જોઇને દાઉદ ગેંગના શાર્પ શૂટર ફિરોઝ કોંકણીના ગાત્રો શિથિલ થઇ ગયાં. એના લમણા ઉપર રિવોલ્વર ધરીને ઊભા રહી ગયેલા યુવાનો મુંબઈ પોલીસના કમાન્ડો હતા અને ફિરોઝ સમજી ગયો હતો કે ભાગવાની કોશિશ કરવાનો કે પ્રતિકાર કરવાનો કે અર્થ મોતને આમંત્રણ આપવા સમો હતો, ફિરોઝ કોંકણી ચૂપચાપ મુંબઈ પોલીસની ટીમને શરણે થઇ ગયો. દાઉદ ઈબ્રાહીમ અને છોટા શકીલને આ સમાચાર મળ્યા ત્યારે એમને આંચકો લાગ્યો હતો.તો છોટા રાજન અને અરુણ ગવળી ગેંગમાં હરખની લાગણી ફેલાઈ ગઈ હતી. ફિરોઝ કોંકણીની ધરપકડને કારણે દાઉદ ગેંગના બીજા શૂટર્સ પણ ઢીલા પડી