સેમ પિંચ

(42)
  • 3.3k
  • 3
  • 988

"નિનાદ ,આજે છોકરી જોવા જવાનુ છે હો, સાંજે પાંચ વાગ્યે તૈયાર રહેજે," નિનાદ હજી ચાનો કપ લે ત્યાં મમ્મીએ કહ્યુ, અને નિનાદનો મૂડ ખરાબ થઈ ગયો, પેલા તો નિનાદનુ લગ્ન કરવા માટે હજી મન નહોતુ, બીજુ કરવા તો પ્રેમ લગ્ન જ઼ કરવા એવૂ પણ હતુ, અને રજા આવેકે મમ્મી આવુ કંઇક એને પૂછ્યા વગર ગોઠવી દેતા, એ ગમતુ નહોતુ. બાકી હતુ તો અત્યાર સુધીમાં પાંચ છોકરી "જોઇ" લીધી હતી કે જોઇ લેવી પડી હતી. પણ એકેમાં રસ નહોતો પડ્યો. સામે પક્ષે હા જ હતી, મુખ્ય કારણ એક જ હતુ સરકારી નોકરી, 55 હજારની સેલરી, ફ્રી ક્વાર્ટર અને ગાડી, ઉપરાંત ભવિષ્ય