અનહદ.. - (14)

(34)
  • 3.9k
  • 3
  • 1.9k

"પાગલ છે આ છોકરી કોણ સમજાવે તેને, હવે અડધી રાતે ક્યાં શોધવા જવું તેને." વિચારતો વિચારતો ઝડપથી દરવાજા તરફ ભાગ્યો. પણ તે દરવાજે પહોંચે એ પહેલાં તો "ટીંગ ટોન્ગ" કરતી ડોર બેલ વાગી, બેલ નો અવાજ સાંભળતાં જ તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો ! કેમકે, દરવાજો ખોલ્યા વગર જ તે સમજી ગયો કે ત્યાં કોણ હશે! "તારામાં અક્કલ જેવું કંઈ છે કે નહીં? આવી રીતે કોઈ નીકળી પડતું હશે ઘરેથી!" મિતેશ દરવાજો ખોલતાં ની વેંત આશા પર વરસી જ પડ્યો. તે એકદમ લુચ્ચું હસી રહી હતી, "શું... હું... અંદર આવું?" કહેતી આગળ ડગલું ભર્યું પણ તેનાથી ચાલી શકાયું નહીં