ખોફનાક ગેમ - 5 - 1

(90)
  • 4.3k
  • 6
  • 1.8k

વાદળોના ધુમ્મસ વચ્ચેથી પસાર થતું પ્લેન પૃથ્વીના ગોળાને અર્ધગોળ રાઉન્ડ લગાવીને આફ્રિકાની ધરતી તરફ ઊડી રહ્યું હતું. યાત્રીઓને સૂચના આપવામાં આવે છે...પ્લીઝ સીટોના બેલ્ટ બાંધી લ્યો...આપણું પ્લેન થોડીવારમાં જ આફ્રિકાના દારેસલામ શહેરના ‘જુલીયસ નાયરેરે ઇન્ટરનેશનલ એરપોર્ટ’ પર ઉતરાણ કરશે...પ્લીઝ.’ થોડી...થોડી વારે પ્લેનમાં એનાઉન્સ થવા લાગ્યું. ‘કદમ...એય ઉંઘણશી ઊઠ હવે...’દારેસલામ,’ આવી ગયું. કદમના માથા પર વ્હાલથી હાથ ફેરવતા પ્રલય બોલ્યો.