વિષાદયોગ - પ્રકરણ - 42

(173)
  • 7k
  • 7
  • 4.2k

વિષાદયોગ-42 ‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌____________######__________#####------------ વિલી દસ્તાવેજનુ કામ પતાવીને સુર્યગઢ રાતે પહોંચ્યો તેની સાથે ગંભીરસિંહ પણ હતો. વિલી તેના ખંડમાં દાખલ થઇ સીધોજ બાથરુમમાં ગયો. બાથરુમમાં જઇ તેણે બધાજ કપડા કાઢી નાખ્યાં અને સાવર નીચે ઊભો રહી ગયો. એકદમ ઠંડુ પાણી શરીર પર પડતા તેના શરીરમાંથી ધ્રુજારી પસાર થઇ ગઇ. આખા દિવસના થાક અને ગરમીથી લસ્ત થઇ ગયેલા શરીર પર ઠંડા પાણીનો સ્પર્શ એકદમજ અહલાદક લાગણી જન્માવતો હતો. વિલી ઘણીવાર સુધી આજ રીતે ઠંડા પાણીથી સ્નાન કરતો રહ્યો. આજ અહીંનું બધુજ કામ પુરુ થઇ ગયું હતું. હવે કાલે સવારે અમદાવાદ જવા નિકળી જવું છે. કેટલાય દિવસથી આ કામમાં અહીં રોકાઇ રહેવું