અનહદ.. - (13)

(28)
  • 2.7k
  • 3
  • 1.8k

પૃથ્વી પર સાંજના સૂર્યની લાલીમાંનું સ્થાન રજની ના આછા અંધકારે લીધું. માણસોએ પણ ઘર તરફ પાછું ફરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી. અમુક લારી વાળાઓ હજુ કોઈક ગ્રાહક આવી જાય તો ઘરે થોડા વધારે પૈસા લઈ જવાશે એમ વિચારી આવતાં જતા લોકો સામી મીટ માંડી ઉભા છે તો અમુક આજ માટે આટલું ઘણું એમ સંતોષ માની પોતાનો સામાન સમેટી રહ્યા છે. મિતેશ આશા ના માથાં પર હાથ ફેરવી રહ્યો હતો, આશા તો આંખો બંધ રાખી તેના ખોળામાં માથું મૂકીને એકદમ શાંતિથી એ ક્ષણ નો આનંદ લઈ રહી છે. "આશા તું આટલી જિદ્દી કેમ છે!" અચાનક મિતેશ બોલ્યો. "બસ, એમજ, મને