વન્સ અપોન અ ટાઈમ - 71

(136)
  • 7.2k
  • 7
  • 4.9k

મુંબઈના જોગેશ્વરી ઉપનગરના દુર્ગાનગર વિસ્તારની એક ચાલીમાં સવારના પાંચ કલાકે ઘડિયાળનું એલાર્મ વાગ્યું એ સાથે ઝબકીને ઉઠી ગયેલા યુવાને એલાર્મ બંધ કરી દીધું. જોકે તો પણ ચાલીમાં એની સાથે રહેતો બીજો યુવાન જાગી ગયો હતો. એણે સહેજ અણગમાથી રૂમ પાર્ટનર સામે જોયું અને પછી પડખું ફરીને સુવાની કોશિશ કરવા માંડ્યો. એ બંને પોલીસ કોન્સ્ટેબલ હતા. ઉઠી ગયેલો યુવાન ફટાફટ તૈયાર થવા માંડ્યો. પછી ચાલીની એ રૂમના એક ખૂણે કામચલાઉ રસોડું ઊભું કર્યું હતું ત્યાં જઈને એણે રસોઈ મૂકી. બંને યુવાન જાતે જ રસોઈ બનાવી લેતા હતા. યુવાને પ્રાતઃકાર્યો પતાવીને રસોઈ કરી ત્યાં સુધીમાં સાત વાગી ગયા હતા.