તિરસ્કાર - 1

(35)
  • 4.8k
  • 2
  • 2.3k

પ્રકરણ -1પ્રગતિ આજે ખૂબ જ ખુશ હતી. આજે એની નોકરી નો પહેલો દિવસ હતો. આજે એને સરકારી નોકરી મળી ગઈ હતી. અને એ પણ એની ઈચ્છા મુજબ. બોટની ના મદદનીશ પ્રાધ્યાપક ની નોકરી આજે એને મળી હતી. એ કોલેજ ના ગેટમાંથી અંદર પ્રવેશી. આ એ જ કોલેજ હતી જ્યાં એ પોતે પણ ભણી હતી. આજે એ પોતાની જ કોલેજમાં પ્રોફેસર બનીને આવી હતી એના માટે આનાથી વધુ આનંદની વાત બીજી શું હોઈ શકે? એ ગેટની અંદર દાખલ થઈ અને અનેક પુરાણા સંસ્મરણો ઘેરી વળ્યાં. એણે કોલેજનું એ ગાર્ડન જોયું. જ્યાં એ લેક્ચર સિવાયના સમયમાં બેસતા હતા. કોલેજ