સાસરી ની જોગણ

(29)
  • 3.9k
  • 3
  • 1.3k

નામ અટપટું છે ને? પણ વાત જ એવી છે કે આજ નામ એને સૂટ થાય છે. નામ એનું કાજલ. એકદમ શાંત, સરળ અને પ્રેમાળ સ્વભાવ ની છોકરી. માતાપિતાનું પહેલું સંતાન. એના સિવાય એક ભાઈ પણ ખરો એને.નાનપણ માં જ પપ્પા ની છાયા એના પર થી ઉઠી ગયેલી. એની મમ્મી એક શિક્ષિકા હતી. એમને બન્ને બાળકો ને સરસ ભણાવી ગણાવી મોટા કર્યા. સરસ ઠેકાણું જોઈ ને કાજલ ના લગ્ન એના જ સમાજમાં થઈ ગયા. સાસરીમાં સાસુ, સસરા, જેઠ જેઠાણી, નણંદ અને એક દિયર હતો. માનો ને ભર્યુંભાદર્યું ઘર હતું. કાજલ નો પતિ બીજા શહેરમાં નોકરી કરતો હતો. સ્વભાવે શાંત અને ઓછા બોલો