શરત

(64)
  • 2.8k
  • 4
  • 891

ઈશાએ મોબાઇલમાં જોયું, 10માં 5 મીનીટ બાકી હતી, પણ હજી બસ નહોતી આવી, અકળામણ થઈ, એક તો ગરમી અને ઉપરથી મોડા પડવાનો ડર, ત્યાં ખીચોખીચ ભરેલી બસ આવી. મુશ્કેલીથી ચડી શકી. ત્યાં જ "એ " દેખાયો. એ શાંતીથી મોબાઇલમાં નજર માંડીને બેઠેલો, ઈશાને આદત પડી ગઇ હતી બસમાં એની હાજરીની. અચાનક ધક્કો લાગ્યો ને ઈશા આપોઆપ આગળ વધી પડી. એની નજર પડી એનાં મોબાઇલ સ્ક્રીન પર, ઓહ એ તો પોલિઆના નોવેલ ઓનલાઈન વાંચતો હતો, આટલી ભીડમાં પણ જાણે બગીચામાં ફૂલો વચ્ચે બેઠો હોય એવી શાંતી હતી એના ચહેરા પર. ઈશાનુ મન રાજી થઈ ગયું, આ રાજી થવાની કળા આ જ