માથાભારે નાથો - 18

(76)
  • 5.9k
  • 3
  • 2.3k

રામા ભરવાડે રાઘવને પોલીસના ડરથી છોડી મુક્યો હતો.પણ નરશીએ રાઘવને કેદ કરવાના પચ્ચીસ હજાર આપવાનું કહ્યું હતું. મહિધરપુરમાં જ્યારે આખલાઓ દોડ્યા હતા ત્યારે એ ત્યાં હાજર હતો, પણ જે ધમાલ મચી હતી એને કારણે એ નરશીને મળી શક્યો નહોતો. પણ એ વધુ જોખમ લેવા માંગતો નહોતો કારણ કે નાથાએ અને મગને ચાવડા સાહેબની બીક એને બતાવી હતી. રામો ભરવાડ સ્વભાવથી જ પોલીસથી ખૂબ જ ડરતો હતો.કારણ કે એક બે વખત એને પોલીસનો પરચો મળી ચુક્યો હતો. પૈસા પણ પડાવે અને મારી મારીને કુલા તોડી નાખે એ અલગ ! એટલે રાઘવને વધુ દિવસો કબજે રાખવો એને જોખમકારક લાગ્યો હતો. પણ નરશીને