64 સમરહિલ - 82

(214)
  • 8.1k
  • 9
  • 5.4k

વમળમાં ફસાઈ રહેલી ડિંગીમાંથી બિરવાએ દોરડાના સહારે પડતું તો મૂક્યું પણ બ્રહ્મપુત્રના તોફાની પ્રવાહમાં સંતુલન જાળવવું અને તરતા રહેવું જરાય આસાન ન હતું. કાળમીંઢ ખડકો પર અથડાતા અને અથડાયા પછી બુંદ બુંદ સિકરમાં ઉછળતા નદીના ઠંડાગાર પાણીમાં પછડાઈને બિરવા પહેલાં તો ક્યાંય ફંગોળાઈ ગઈ હતી. દોરડા પર માંડ એક હાથ સાબૂત રહ્યો હતો અને નદીના ધસમસતા વહેણ તેને સડસડાટ નીચે ખેંચી રહ્યા હતા. તેની પાછળ કૂદેલો આદમી કેળવાયેલો કમાન્ડો હતો પણ તેની ય હાલત એવી જ કફોડી હતી. વમળ ભણી ખેંચાતી હોડી, હોડી સાથે બંધાયેલું દોરડું અને દોરડા સાથે બંધાઈને નદીના પ્રવાહમાં ફંગોળાતા આ બેઉ...