રુદ્ર ની પ્રેમકહાની - 1

(330)
  • 11.8k
  • 31
  • 6.6k

લવસ્ટોરી, હોરર, સસ્પેન્સ, સામાજિક દરેક પ્રકારનાં વિષય પર નવલકથા લખવાનો હું પ્રયત્ન કરી ચુક્યો છું.. અને એમાં અત્યાર સુધી જ્વલંત સફળતા પણ પ્રાપ્ત થઈ છે.. હવે ઈચ્છા હતી કંઈક નવો અખતરો કરવાની.. કંઈક એવું લખવાની જે લખવાનું હજુ કોઈ ગુજરાતી લેખક દ્વારા વિચારાયું જ ના હોય.. અને આવો જ એક વિષય છે.. માયથોલોજીક ફિક્શન એટલે કે પૌરાણિક કાલ્પનિક કહાની. હિંદુ ધર્મ અને એનાં પુરાણો માં એટલી બધી રહસ્યમયી વાતો છે જેની વાત વિગતે કરવાં બેસીએ તો મહિનાઓ લાગે.. એટલે જ મને થયું કે એક એવી સુંદર કાલ્પનિક સ્ટોરી લખું જેનાં લીધે પુરાણો તરફનો લોકોનો પ્રેમ જાગી ઉઠે.. આ કહાની ફક્ત મારી કલ્પના પર આધારિત છે જેનો સીધો કે આડકતરો કોઈની સાથે પણ સંબંધ નથી. તેમ છતાં ઘણી જગ્યાએ તમને વિષયવસ્તુ સત્ય ની સમીપ લાગશે તો એ ફક્ત સંયોગ માત્ર હોઈ શકે છે.