સમી સાંજ થઈ ગઈ હતી અને આખો દિવસ દોડધામમાં વીત્યું એટલે ધીમે ધીમે ત્રણેય જણાં બસસ્ટેન્ડે પહોચ્યા. બસ આવી એટલે રેવા ફટાફટ બારી વાળી સીટ લઈને બેસી ગઈ. તેની પાછળ કૌશલ ચડ્યો અને રેવાની બાજુમાં બેઠો. વિનયને તે બંનેની પાછળની સીટ મળી. વિનય તો પોતાનાં વિચારો માં જ ખોવાયેલો હતો. રચના સાથે જોયેલા તેનાં દરેક સપનાં તેની આંખો આગળથી ખસતા જ નહતાં. રેવા થોડી વધારે જ થાકેલી હોવાથી તે પોતાનું માથું બારીએ ટેકવીને બસ એકીટશે બહાર જોવાં લાગી. પોતાને વિચારોમાં ને વિચારોમાં આખો દિવસઅને દિવસની બધી ઘટનાઓ યાદ આવી રહી હતી. ધીમેથી તેની આંખો મીંચાઈ