(આપણે અગાઉ જોયુ એમ લક્ષ્ય અને એના સાથીદારો નાના-મોટા રહસ્યોનો સામનો કરતા બર્મુડા ટ્રાયંગલમાં મુસાફરી આગળ વધારે છે.હવે વધુ આગળ જોઈએ ...) વધુ એક દિવસની મુસાફરી બરાબર ચાલી. સ્ટેફન સરસ મજાનો કપ્તાન હતો. આગળના જહાજથી એક સલામત અંતર જાળવી એ અમારા વહાણને હંકારી રહ્યો હતો. દેવ જહાજની સાફ-સફાઈ કરી રહ્યો હતો. અબાના ડેક પર બેઠો બેઠો દરિયાને નિહાળી રહ્યો હતો. સ્ટેફન વારંવાર આકાશ તરફ જોઈ રહ્યો હતો. વાતાવરણ થોડુ બગડ્યુ હતુ. કાળા ડીબાંગ વાદળો જાણે આ તરફ જ આવી રહ્યા હતા. દેવે અચાનક અમારુ