સફળ_લગ્નજીવન_એક_મૃગજળ - 1

(44)
  • 3.4k
  • 9
  • 1.9k

સવાર સવારમાં શું શરૂ કરી દીધું છે મમ્મી , ના પાડી ને કે ગમે તેવો સારો છોકરો હોય ગમે તેટલું કમાતો હોય, લગ્ન નથી કરવા પછી જોવાનો સવાલ જ ક્યાં આવે છે? નીરજા એ તેની મા રાધાને કહ્યું. રાધા પણ લીધેલી વાત મૂકે જ નહીં, બેટા જોઈ લે ને હવે ખરાબ લાગે. જો તારા ઉત્કર્ષ મામા એ કહ્યું છે તો આમ પણ હું નહીં હોઉં પછી...પછી તારે શું કામ તું જા પછી ની ચિંતા હયાતી માં ન કર નીરજા બોલી. જો મારે ઓફિસ જવાનું મોડું થાય છે. તું લગ્ન ની વાત જેટલી વખત કાઢીશ મારો જવાબ ના એટલે ના જ