પ્રેમની સફર

(19)
  • 4k
  • 1
  • 926

અમદાવાદ બસ સ્ટેન્ડ પર બસ ની રાહ જોઈ ને ઘણા લોકો ઉભા હતા તેમાં એક સ્ત્રી પણ ઉભી હતી. આકર્ષક એટલી કે કોઈ પણ વ્યક્તિ એકવાર તો પાછું ફરીને જોવેજ. સ્વર્ગની અપ્સરા હોય તેવું લાગે. સ્ત્રીઓના ટોળા માં અલગ દેખાઈ તેવું તેણીની વ્યક્તિત્વ હતું. બપોર નો સમય હતો એટલે તડકો પણ તપતો હતો અને બધાં બસ ની રાહે આમ તેમ જોતા હતા. એટલા માં બસ આવી અને બધા ધકામુકી કરીને ચડવા લાગ્યા. તેણી બધા ચડી ગયા પછી છેલ્લે ચડી તો બસ ફૂલ હતી. બસ માં હજી બધા સીટ શોધીને બેસતા હતા અને તે ઉભી રહી