ચીસ - 35

(130)
  • 6k
  • 8
  • 2.6k

પેલા અઘોરીના મોઢામાં હાથ નાખ્યા પછી તુગલક ચીસ પાડી ઊઠ્યો. અસહ્ય વેદનાને કારણે એનો ચહેરો રોતલ બની ગયો.પોતાનો હાથ જ્યારે એણે બહાર ખેંચી કાઢ્યો ત્યારે હાડપિંજર બની ગયેલા પંજાને જોઈ તુગલક ડઘાઈ ગયો. પોતાની આવી દશા થઇ જશે એવી ખબર હોત તો એ હાથ નાખવાની હિંમત ક્યારેય ના કરતો.બાદશાહ ઉપર ભરોસો કરીને એને પોતાની જિંદગીની બહુ મોટી ભૂલ કરી..!"મુજે માફ કરના તુગલક ઇસ કમરે મેં જાને કા એક યહી ઉપાય થા..!" બાદશાહે પોતાની કમર પર બાંધેલો કપડાનો પટ્ટો તુગલકના હાથ પર કસકસાવીને બાંધી દીધો.જેમ કોઈ કસાઈ બકરાને હલાલ કરવા સાચવીને લઈ જતો હોય એમ બાદશાહને કાળજી લેતાં જોઈ તુગલક ભીતરથી ફફડી ઊઠયો."ઈસકા ક્યા