મૌસમ કોલેજ જવા માટે તૈયાર થતી હોય છે ત્યાં જ પાડોશમાં રહેતા કોકિલાબહેન આવે છે. મૌસમ કોકિલાબહેનને આવકાર આપે છે. કોકિલાબહેનને જોઈને ભારતીબહેન રસોડામાંથી બહાર આવે છે. મૌસમ કોલેજ જવા માટે નીકળી જાય છે. કોકિલાબહેન ભારતીબહેનને જણાવે છે કે મૌસમ માટે એક પરિવારે પૂછાવ્યું છે. એ પરિવાર ખૂબ સારો છે. મૌસમ ત્યાં લગ્ન કરીને સુખી રહેશે. ભારતીબહેન:- "પણ મૌસમ તો હજી ભણે છે."કોકિલાબહેન:- "આપણે ક્યાં લગ્નનનું નક્કી કરવાનું છે. માત્ર જોવાનું રાખીએ ને? કદાચ યુવકને મૌસમ ગમી જાય તો..!"ભારતીબહેન:- "સારું હું મૌસમ સાથે વાત કરીશ."મૌસમ કોલેજ પહોંચે છે. મૌસમ પોતાનામાં જ મગ્ન ચાલતી ચાલતી ક્લાસ તરફ જઈ રહી હોય